પેડલ પર પૃથ્વી પરકમ્મા : મહેન્દ્ર દેસાઈ
ઈ.સ.૧૯૨૩ મુંબઈમાં રહેતા ૩ પારસી યુવાનોએ સાયકલ પર પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી, એ સત્ય ઘટનાનું વર્ણન કરતુ પુસ્તક એટલે 'પેડલ પર પૃથ્વી પરકમ્મા'. મુંબઈમાં રહેતા છ પારસી યુવાનો - જાલ બાપાસોલા, અદિ હકીમ, રૂસ્તમ ભમગરા, ગુસ્તાદ હાથીરામ, નરીમાન કાપડિયા અને કેકી પોચખાનવાલા નક્કી કરે છે કે આપણે ભારતનું નામ દુનિયામાં રોશન કરવું. તે માટે છયે જણા સાયકલ દ્વારા દુનિયાની પ્રદક્ષિણા કરવાનું નક્કી કરે છે અને ૧૫ ઓક્ટોબર, ૧૯૨૩ની સવારે નીકળી પડે છે. મુંબઈથી દિલ્હી, પંજાબ, બલુચિસ્તાન થઈને ડૂકી પાસ ઓળંગી ૨૦ જાન્યુઆરી, ૧૯૨૪ ના રોજ બ્રિટીશ ભારતની છેલ્લી ચોકી વરેછા પહોચે છે. પારસી ધર્મની માતૃભૂમિ ઈરાન પસાર કરતા તેઓ તેહરાન પહોચે છે. જરાથ્રુસ્થના શહેર યઝદમાં નવરોજ ઉજવે છે. નરીમાન કાપડિયા તેહરાનથી પાછો વળી જાય છે. બાકીના બગદાદ તરફ આગળ વધે છે. બગદાદથી અલેપ્પો વચ્ચેનું મેસ્પોટનું રણ ૨૩ દિવસમાં ઓળંગી એક વિક્રમ નોંધાવે છે. મેસ્પોટના રણમાં તેમને રેતીના સરકતા ઢુવા, ઉચું તાપમાન, સેન્ડ ફ્લાય ફીવર વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ બેદુઇન લોકોની મદદથી રણ પાર કરી જાય છે.
દમાસ્કસ પહોચતા તેમને વચ્ચે મતભેદ ઉભા થાય છે અને તેઓ બે અલગ જુથમાં વહેચાઈને આગળ વધે છે. ગુસ્તાદ, અદિ અને કેકી એક જુથમાં તથા જાલ અને રૂસ્તમ બીજા જુથમાં. અલગ અલગ જુથમાં પ્રવાસ કરતા તેઓ જેરુસલેમ, કેરો થઈ એલેક્ઝાન્દ્રિયા પહોચે છે. જ્યાંથી સ્ટીમર દ્વારા ઇટલીના બ્રીન્દ્સી બંદરે પહોચે છે. ત્યાંથી રોમ થઇ બરફના તોફાન વચ્ચે આલ્પ્સ ઓળંગે છે. યુરોપ પસાર કરતા કરતા લંડન પહોચે છે અને ત્યાંથી ન્યુયોર્ક સ્ટીમરમાં પહોચે છે.
માર્ગમાં આવતા ઘણા શહેરો અને ગામોમાં તેમને મિશ્ર પ્રતિસાદો મળે છે. ક્યાંક બહુ પ્રસિદ્ધિ પણ મળે છે. સફર દરમ્યાન થતા ખર્ચને પહોચી વળવા પોતાની સફર દરમ્યાન પાડેલા ફોટોના કાર્ડ વેચે છે અથવા અંગ-કસરતના દાવોનું પ્રદર્શન કરે છે. ઘણી જગ્યાએ સ્થાનિકોનો ખુબ સહયોગ મળે છે અને ઘણી જગ્યાએ ભારતીય લોકોના સમૂહ સન્માન કરીને નાણાંની થેલી પણ અર્પણ કરે છે. ડનલોપ કંપની આખા પ્રવાસ દરમ્યાન જ્યાં જ્યાં તેમની એજન્સી હોય ત્યાંથી તેમને જરૂર હોય ત્યારે મફત ટાયર-ટ્યુબ પુરા પડે છે. માર્ગમાં આવતા મહત્વના સ્થળોએ સ્થાનિક વહીવટદાર કે અમલદારની સહી પોતાના રજીસ્ટરમાં લેતા રહે છે જેથી યાત્રાનો ઓફિસિયલ રેકોર્ડ રાખી શકાય.
ન્યુયોર્ક પહોચીને ગુસ્તાદ નક્કી કરે છે કે અમેરિકામાં જ નોકરી શોધી સ્થાઈ થઇ જવું. અદિ અને કેકીથી તે અલગ થઇ જાય છે. દમાસ્કસથી અલગ થયેલા જાલ અને રૂસ્તમ પણ ન્યુયોર્ક પહોચે છે અને અદિ તથા કેકીને મળે છે. ચારેય ભેગા થઇ રૂસ્તમને મનાવવાની કોશિશ કરે છે પણ રૂસ્તમ તેમને મળવા જ નથી માંગતો. કેકીને સફર દરમ્યાન સમાચાર મળે છે કે તેની માં ખુબ બીમાર છે અને કેકી ને જ યાદ કર્યા કરે છે. ન્યુયોર્કથી કેકી સ્ટીમર પકડી મુંબઈ પાછો ફરે છે. બાકીના ત્રણ - અદિ, જાલ અને રૂસ્તમ - અમેરિકામાં પ્રવાસ આગળ ધપાવે છે. ૧૫ ઓક્ટોબરે 'પ્રવાસ આરંભની ત્રીજી વરસી નિમિતે' તેઓ ૧૬ કલાકમાં ૧૭૧ માઇલ કાપવાનો વિક્રમ બનાવે છે. સાનફ્રાન્સિસ્કોથી સ્ટીમરમાં જાપાન પહોચે છે. ત્યાંથી કોરિયા અને મંચુરિયા પહોચે છે. સ્થાનિકો દ્વારા વિદેશીઓ પ્રત્યેના ધિક્કારને લીધે ઘણા દિવસો ભૂખ્યા પણ રહે છે. ગોબીનું રણ પસાર કરીને (સાયકલ પર પસાર કરનાર પ્રથમ) કેન્ટોન પહોચે છે. ત્યાંથી શાંઘાઈ, હોંગકોંગ થઇ વિયેતનામ, થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોચે છે. ત્યાંથી બર્મા, ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં થઈને કલકત્તા પહોચે છે. જ્યાં માત્ર થોડા બાળકો દ્વારા જ સ્વાગત થતા નિરાશ થઇ જાય છે પણ પછી ધીરે ધીરે સમગ્ર શહેરમાં ખબર ફરી વળે છે અને જોરદાર સ્વાગત થાય છે. ત્યાંથી ઓરિસ્સા, મદ્રાસ થઇ કોલોમ્બો પહોચે છે. ત્યાંથી ૧૮ માર્ચ, ૧૯૨૮ ના રોજ મુંબઈ પહોચે છે. જ્યાં તેમનું જોરદાર સ્વાગત થાય છે અને સરઘસ રૂપે આખા શહેરમાં ઠેર ઠેર સન્માન થાય છે.
યાત્રા દરમ્યાન તેઓ ૪ વર્ષ ૫ મહિના અને ૩ દિવસમાં કુલ ૪૪૦૦૦ માઇલ જેટલું અંતર કાપે છે. અને તેમના નામે કેટલાક વિક્રમો નોંધાવે છે જેમ કે -
- સાયકલ દ્વારા વિશ્વ પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય
- પ્રથમ વખત મેસ્પોટ, સીરિયા, સિનાઇનું રણ વટાવનાર
- વિશ્વ માટે અલિપ્ત, અવાવરું કોરિયા પ્રથમ વખત વીંધી નીકળનાર
- ૧૬ કલાકમાં ૧૭૧ માઇલ અંતર સાયકલ પર પ્રથમ વખત કાપનાર
વિષય ખુબ ઈન્ટરેસ્ટીંગ છે પણ પુસ્તક વિષય જેટલું મજેદાર નથી બની શક્યું. વર્ણન ઘણી જગ્યા એ અપૂરતું લાગે અને લખાણની શૈલી અસરકારક નથી અને રજૂઆત પણ ખુબ અસ્તવ્યસ્ત છે.

No comments:
Post a Comment